દુષ્ટોનો નહિ, દુષ્ટતાનો નાશ કરો । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

દુષ્ટોનો નહિ, દુષ્ટતાનો નાશ કરો । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

આપણે બધાની સાથે પ્રેમ અને સહિષ્ણુતાભયો વ્યવહાર કરવો જોઈએ એ તદ્દન સાચી વાત છે, પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે દુષ્ટ પ્રકૃતિના લોકોનાં અધમ કૃત્યો કોઈ પણ જાતની રોકટોક વગર થવા દઈએ અને એમની સાથે પ્રેમપૂર્વક વર્તીએ. આમ કરવાથી તો સમાજની વ્યવસ્થા ખોરવાઈ જશે અને લોકોને અનાચાર, અત્યાચાર કરવામાં કોઈ ખચકાટ નહિ રહે. તેથી પ્રેમના સિદ્ધાંતને સ્વીકારતાં આપણે દુષ્ટતાનો વિરોધ પણ કરતા રહેવું જોઈએ એ આપણું કર્તવ્ય છે. સાચા સહયોગનો આ જ માર્ગ છે.

એક તત્ત્વજ્ઞાનીનો ઉપદેશ છે કે ‘દુષ્ટો પર દયા કરો પણ દુષ્ટતાની સામે લડી મરો.’ દુષ્ટ અને દુષ્ટતાનો તફાવત સમજ્યા વગર આપણે ન્યાય ન કરી શકીએ. સામાન્ય રીતે લોકો દુષ્ટતા અને દુષ્ટને એક જ વસ્તુ માની લે છે અને એકસાથે બંનેને શિકાર બનાવી બેસે છે. બીમાર અને બીમારી એક જ વસ્તુ નથી. જે ડૉક્ટર બીમારીની સાથે બીમારને પણ મારી નાખવાની દવા કરે એની બુદ્ધિને શું કહેવું ? એક વાંદરો પોતાના માલિકને ખૂબ જ પ્રેમ કરતો હતો. જ્યારે માલિક સૂઈ જાય ત્યારે તે માખીઓને ઉડાડવા પંખો નાખ્યા કરતો. જ્યાં સુધી પંખો ચાલતો, માખીઓ ઊડ્યા કરતી અને પંખો બંધ થાય કે તરત જ માલિક પર આવીને બેસી જતી. આ જોઈને વાંદરાને ક્રોધ ચડ્યો અને એણે એને સજા કરવાનો નિશ્ચય કર્યો. એણે ખીંટી પર લટકતી તલવાર ઉપાડી અને જ્યારે માખીઓ માલિકના મુખ પર બેઠી ત્યારે એણે ત્યાં તલવાર ઝીંકી દીધી. માખીઓ તો ઊડી ગઈ પણ માલિકનું મુખ જખ્મી થઈ ગયું. આપણે દુષ્ટતાને ઘટાડવા તે વાંદરા જેવાં જ કામ કરીએ છીએ.

કોઈનો આત્મા દુષ્ટ નથી હોતો, એ તો સત્ય, શિવ અને સુંદર છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. દુષ્ટતા તો અજ્ઞાનના કારણે ઉત્પન્ન થાય છે. આ અજ્ઞાન એક પ્રકારની બીમારી છે. અજ્ઞાનરૂપી બીમારીને હટાવવા માટે દરેક ઉપાય કામે લગાડવા જોઈએ. પરંતુ વ્યક્તિગત રીતે કોઈના તરફ દ્વેષ ન રાખવો જોઈએ. જ્યારે વ્યક્તિગત દ્વેષભાવ મનમાં જાગે છે ત્યારે નિરીક્ષણબુદ્ધિ કુંઠિત થઈ જાય છે. એ કુંઠિત બુદ્ધિ શરુમાં ક્યા ગુણો છે અને ક્યા દોષો છે એ ઓળખી શકતી નથી. પીળાં ચશ્માં પહેરવાથી બધી જ વસ્તુઓ પીળી દેખાય છે. એ જ રીતે સ્વાર્થપૂર્ણ દ્વેષ જે મનુષ્યને ઘેરી લે છે, તેમનાં સારાં કાર્યો પણ ખરાબ લાગે છે. પોતાની આંખોમાં થયેલા કમળાના રોગને ન સમજીને બીજાના ચહેરા પર તેને પીળાશ દેખાય છે, જેને પાંડુરોગ સમજી તેનો ઉપચાર કરવા લાગે છે. આ પ્રમાણે પોતાની મૂર્ખતાનો દંડ બીજાના ઉપર લાદે છે. પોતાની બીમારીની દવા બીજાને ખવડાવે છે. જુલ્મી અને દુષ્ટ, ક્રોધી અને પરપીડક આવા જ અજ્ઞાનથી ઘેરાયેલા હોય છે. તેમના મનમાં સ્વાર્થ અને દ્વેષ સમાયેલો હોય છે, પરિણામે તેને બીજાની બુરાઈ જ બુરાઈ નજરે પડે છે.સન્નિપાતનો રોગી દુનિયાને સન્નિપાતગ્રસ્ત સમજે છે.

આપે દુષ્ટ અને દુષ્ટતાની વચ્ચેનો તફાવત સમજતાં શીખો. દરેક વ્યક્તિને પોતાના જેવો પવિત્ર આત્મા સમો અને એને હૃદયપૂર્વક પ્રેમ કરો. કોઈ પણ પ્રાણી નીચ, પતિત કે પાપી નથી. તત્ત્વતઃ તે પવિત્ર જ છે. ભ્રમ, અજ્ઞાન અને બીમારીના કારણે એ કંઈનું કંઈ સમજવા લાગે છે. એ બુદ્ધિભમનો જ ઈલાજ કરવાનો છે. બીમારીને મારીને બીમારને બચાવવાનો જ દુષ્ટ અને દુષ્ટતા વચ્ચેનો તફાવત સમજવો ોઈએ. 14 માણસમાં ગમે તેટલા દોષો હોય તો પણ એના તરફ દ્વેષ ન રાખવો જોઈએ. આપ તો દુષ્ટતાની સાથે લડવા તૈયાર રહો પછી એ બીજામાં હોય કે આપની પોતાની અંદર.

પાપ એક પ્રકારનો અંધકાર છે, જે જ્ઞાનનો પ્રકાશ થતાં જ નાશ પામેછે. પાપનો નાશ કરવા માટે અપ્રિયમાં અપ્રિય જે કોઈ પ્રયત્નો કરવા પડે એ કરવા જોઈએ, કારણ કે એ એક પ્રામાણિક ડૉક્ટર જેવો વિવેકપૂર્ણ ઈલાજ હશે. આ ઈલાજમાં લોકકલ્યાણ માટે મૃત્યુદંડ સુધીની ગુંજાઈશ છે, પરંતુ દ્વેષ ભાવથી કોઈને ખરાબ માની લેવા અને એમના ભલાઈને પણ બુરાઈ કહેવી અનુચિત છે. જેમ એક વિચારશીલ ડૉક્ટર રોગીની સાચા હૃદયથી મંગલકામના કરે છે અને નીરોગી બનાવવા માટે પોતે કષ્ટ વેઠીને તનતોડ પરિશ્રમ કરે છે, એવી જ રીતે પાપી વ્યક્તિઓને નિષ્પાપ કરવા માટે સામ, દામ, દંડ, ભેદ ચારેય ઉપાય અજમાવવા જોઈએ. પરંતુ એ પાપીઓ સાથે કોઈ પ્રકારના અંગત રાગ-દ્વેષ ન રાખવા જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment