કાગડીનું ઈંડુ

કાગડીનું ઈંડુ

આજે તો અમારી ટીખળ ટોળીએ તળાવની પાળે આવીને ધમાલ જ મચાવી દીધી. એમાંય ખાસ કરીને બહુ ઓછી ધમાલ મચાવવા વાળો ધમો પણ કૂદી કૂદીને ધમાલ કરવા લાગ્યો. જો કે એમાં ધમાનો કોઈ વાંક નહોતો. ઘણી વાર તો અમારી ધમાલો એવી હોય કે કોઈને કહી પણ ના શકાય. જો કે તમે બધા અંગત મિત્રોને કહેવાની મહેલ્લા વાસીઓ એ છૂટ આપેલી છે. આજની ઘટના કંઈક એવી હતી કે, જીલા અને જીગા વચ્ચે રસાકસી થઇ કે લીમડાના જાડ પર જલ્દી કોણ ચડી જાય ! તરત બેય વચ્ચે લીમડા ચઢાણ ચાલુ ! નો ડાઉબ્ટ, જીલો જ પહેલા ચડી ગયેલો પણ જીગાથી એક ભૂલની સાથે પાપ પણ થઇ ગયું. ઉતાવળમાં ચઢવા જતા એક ડાળને એણે જોરથી હલાવી; અને એ જ ડાળ પર કાગડાનો માળો હતો. જેવી ડાળ હલી કે, કાગડીએ મુકેલ ઈંડુ નીચે પડી ને ફૂટી ગયું. જીલો જીત્યો ને જીગો હાર્યો એમાં; ઈંડુ ફૂટી ગયેલું તે ધ્યનમાં ના આવ્યું. આ બધું ફક્ત બે કે ત્રણ મિનિટમાં પૂરું થઇ ગયેલું. એ બંને જાડ નીચેથી મહેલ્લા બાજુ આવતા હતા કે કાગડી આવી, અને જોયું તો ઈંડુ ગાયબ. કાગડીએ આમતેમ તપાસ કરવા રહી એમાં જીલો અને જીગો તો જતા રહેલા. પણ કાગડીએ બેઉના ફોટા પાડી લીધેલા હોય તેમ લાગ્યું. કારણ કે બીજા દિવસે જયારે જીલો, એ લીમડા નીચે થી પસાર થયો કે કાગડીએ ઉપાડીને એક ચાંચ મારી દીધી.
જીલાએ આવતાં વેંત જ જીગાને એક તમાચો ધરી દીધો. જીગો ગાલા ચોળ્યા વગર જ જીલાને મારવા દોડ્યો… કે દિનાએ એને પકડી લીધો. આથી જીલો દિનાને મારવા દોડ્યો કે હકાએ એને પકડી લીધો. અને અમારી આખી ટોળીમાં એકની પાછળ એક મારવા દોડે એવું સર્કલ પૂરું થયું. કોઈએ એ જાણવા ના કર્યું કે જીલાએ જીગાને કેમ માર્યું !
“ જીગા, તારે સામેથી જ કહી દેવું જોઈતું હતું કે ઈંડુ તારાથી ફુટેલુ ” ઉમલો ચૂપ ના રહી શક્યો…
“ તારી તો…. ” કહીને ટીનાએ એક પથ્થરો ઉપાડીને ઉમલાને મારવા કર્યું કે ધીરાએ એને પકડી લીધો.
એટલું સારું હતું કે કોઈને કોઈક તો પકડી લેતું, નહીતો બહુ મોટા યુદ્ધો થઇ જાય ! પણ તમે નહિ માનો, અમારી ટોળીમાં નાના દશ-બાર ગ્રામનાં ઝઘડા થાય પણ કોઈ યાદ ના રાખે.
“ તમે બેઉ પણ ખરા છો, પહેલી વાર જાણે જાડ પર ચઢ્યા હોય તે ! ” દિલાએ શાંતિથી કહ્યું કે વાત બહુ આગળ ના વધે.
“ કેમ આપણે કદી આવી કોઈ શરતો નથી રાખી ? ” જીલાએ પોતાનો સ્વબચાવ કર્યો.
“ એમ તો આપણે લોકોએ અજાણતા આવા ઈંડાઓ પણ નહિ ફોડ્યા હોય ? ” મેં પણ કંઈક બોલવા પૂરતું કહ્યું.
“ હાસ્તો ” કહેતો જીગો સળવળ્યો
“ મજાની વાત એ છે કે, કાગડીએ જીલાને જ કેમ ચાંચ મારી ? ” દિલાએ મહત્વની વાત કરી
“ હું પણ જીગાને એજ કહું છું કે, ઈંડુ તારાથી ફૂટ્યું તો કાગડીએ મને કેમ પકડ્યો ? ”
મિત્રો, જોયું ને કેવી ધમાલ ?
આ બધી ધમાલ ચાલતી હતી કે, એકદમ શાંત બેઠેલ હકાએ જે વાત કહી તેનાથી અમારી આખી ટોળી વિચારતી થઇ ગઈ.
“ અલ્યા, આ ચીના લોકો હમણાંથી કેમ આપણા હિન્દુસ્તાન પાછળ પડ્યા છે ? ”
“ આ હકલાને કયારેક હડકાયું કૂતરું કરડી ગયું તેવી વાત કરી નાખે છે. ” દલો ગર્જ્યો.
“ હા યાર, કે કાગડી અને એના ઈંડાની વાત થતી ત્યાં ચીબલાવ ને વચ્ચે લઇ આયો. ” દિલા એ હકા પર એક નાની કાંકરી ફેંકી. પણ મારા પરમ અને ધરમ મિત્ર હકેશ્વરે નીચા નમીને કાંકરીને કુદાવી દીધી. કોઈક માંતો એ હોંશિયાર હોય ને !
“ તું પણ ભારતની આમ જનતામાંનો જ એક ને ? ” ઉમલાએ દિલાને ઉશ્કેર્યો
“ તું તો કઈ બોલીશ જ નહિ…..ચોટીલા ગયા તે યાદ છે ને ? ” નરીયો એના પર બગડ્યો.
“ એ ઘનચક્કર…જા તારો ડોહો તને બોલાવે છે ” દિલાએ નરેશ સામે મુક્કો ઉગામ્યો.
“ મારો ડોહો તારા ઘરે જ ગયો છે, ચૂપ થા ની ”
“ હવે હકા, તે સળગાવ્યું છે તો ઓલવ ને ભાઈ ” વજાએ મૂળ મુદ્દાની વાત કરી.
“ તમે બધા ચૂપ રહો તો કે, (અશ્કાએ એવો ઈશારો કર્યો કે વળી તે આગળ બોલવા લાગ્યો) હમણાં ન્યુઝ પેપર ને ટીવીમાં ચીન આપણા દેશ ને ધમકી આપીને ઈજ્જત કાઢે છે. એ શું નાની વાત છે ?  ”
“ હા યાર, અને આપણી મોટાભાગની સેના ત્યાં બોર્ડર પર તેનાત છે. ”
“ મને તો એવું થાય છે કે રાત્રે ઉઠીને એમના દેશ પર પથ્થરા ફેંકી આવું ” વજો એકદમ આક્રમક મૂડમાં આવી ગયો.
“ કાશ, આવું જનુન જેમનામાં આવવું જોઈએ તેમનામાં આવે ” મારાથી પણ ઉભું થઇ જવાયું.
“ ગઈ વખતે આપણે ચીની વસ્તુ વાપરવાનું બંધ કરેલું અને અશ્કો-વજો ગોવા ફરી આવેલા. આ વખતે કોનો વારો ? ”
“ એ તો અમેજ પાછા જવાના ને કેમ વજા ? ” અશ્કાએ ધીરેથી મૂકી આપ્યું.
“ તમને તો ચીન મોકલવાના છે ” હકાએ દાબી આપ્યું કે બેઉ માથું ખજવાળવા લાગ્યા.
“ અશ્કા ફટ્ટુની વાત જવા દો, બાકી મને મોકલો તો ઓછામાં ઓછા સાત આઠ ને તો ભોં ભેગા કરતો આવું. ”
“ તું આટલું બોલ્યો ને ત્યાં નવા આઠ ચીના જન્મી ગયા હશે. ” ધમાએ કહ્યું. જોકે ધમાની વાત સાચી હતી.
આવી ધમાલો પતાવી ને અમે ઘરે પાછા વળતા હતા કે ઉમો મને કહે કે “ રીતલા, આપણે તો બહુ નાના માણસો છીએ, એક નાના ટાઉનમાં રહીએ છીએ. તો જે લોકોને આ બધી જવાબદારી છે એ લોકો કશું નહિ વિચારતા હોય ? ”
બે ઘડી તો હું પણ સુન મારી ગયો. ઉમલાનો જવાબ એને ખુદ ને પણ હતો, છતાં પણ મને પૂછીને એને મને પણ રિલેક્ષ કર્યો હોય તેવો અહેસાસ થયો.
અમે બંને એકબીજા સામે ઉફના ઉભરા ઠાલવતા પાછા મહેલ્લામાં આવી ગયા. તમને કદાચ એવો સવાલ થાય એવો છે કે ઉમલાએ જે સવાલ કર્યો એમાં કેમ કોઈ કશું બોલ્યું નહિ ? તો મિત્રો, અમે તળાવની પાળે રમવા માટે છૂટક છવાયા જઈએ અને પાછાં પણ એજ રીતે ! આ સંવાદો પરથી તમને થોડો ખ્યાલ આવી ગયો હશે કે આજની મિટિંગમાં ઉમો કેમ ?
એય જાણી લેવું છે ? થોડુંક તો પર્સનલ રહેવા દો ! ના, ના…આજ સુધી મેં તમારી પાસે કોઈ સિક્રેટ નથી રાખ્યું તો આજ પણ નહિ રાખું. આજે બપોરે જે ઘટના બની તે વિચાર માંગી લે તેવી છે. અમુક સવાલો તમારા માટે; પણ ત્યાર પહેલા સિક્રેટ કહી દવ.
કાગડીએ જીલાને ચાંચ મારેલી, એ વાતની જાણ પીપળા વાળી શેરીમાં ખાલી ઉમા ને એકને જ થઇ. અમારા મહેલ્લાથી એની શેરી ઘણે દૂર પણ મિત્રો હવેતો મોબાઈલને નેટનો જમાનો ! અમે જયારે ચોટીલા ગયા ત્યારે, જીલાએ ઉમાનું અપમાન કરેલું. આનાથી સારો મોકો ક્યારે મળે ? કે ઈંડુ ફોડે જીગો ને ચાંચ પડે જીલાને !
આ રહ્યાં આપના માટે સવાલો, જેના જવાબ કોઈને આપવાના નથી.
જીલા અને જીગાએ હરીફાઈ કેમ રાખી ?
કાગડીએ જીલા ને જ કેમ ચાંચ મારી ?
અને આ ઘટનાને ચીબલા લોકોની નફટાઇ સાથે કોઈ લિંક ખરી ?
મિત્રો આ હાસ્ય વિભાગ છે, મન મૂકીને હસો પણ ક્યાંય ન ફસો !

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

1 Responses to કાગડીનું ઈંડુ

  1. પિંગબેક: કાગડીનું ઈંડુ – RKD-रंग कसुंबल डायरो

Leave a comment