શકીલ મુન્શીનો બ્લૉગ

મને ગમતું

લેન્ડસ્કેપ ફોટોગ્રાફી

with 30 comments


 વિચારો, આપણે કોઇ હરવા ફરવાનાં સ્થળે ગયા અને ત્યાંનું સુંદર મજાનું કુદરતી દૃશ્યો જોતા સાથે જ આપણું મન મોહી લે ( મન મોહી લે તેવું સુંદર સ્થળ હોય ત્યારે તો આપણે ત્યાં ફરવા ગયા હોઇએ !) સાથે કેમેરો પણ હોય એટલે પહેલો વિચાર જલ્દી જલ્દી આ સુંદર દૃશ્યને મેમરીકાર્ડમાં (જુના વખતમાં કચકડે !) કંડારી લેવાનો જ આવે. પણ થોભો !!

લેન્ડસ્કેપ ફોટોગ્રાફીનાં પણ કેટલાક, જાણવા જેવા, રસપ્રદ નિયમો છે. (ઉફ્ફ..આ નિયમો !) જો કે નિયમો નહીં જાણતા હોઇએ તો પણ, સામેનું દૃશ્ય સુંદર હશે એટલે ફોટો પણ સુંદર આવશે જ, અને સુંદરતા પરખવાની સામાન્ય સમજ તો, વગર નિયમ જાણ્યે પણ, દરેકમાં હોય જ. પરંતુ, કહેવાનો ભાવાર્થ એ છે કે થોડું નિયમોનું કે તકનિકનું જ્ઞાન પણ હોય તો આપનું કંડારેલું ચિત્ર ’સોને પે સુહાગા’ જેવું બની શકે.

*  તો નિયમ ૧ : આગળ કહ્યું તેમ, “થોભો” !! જ્યાં હોઇએ ત્યાંથી ધડાધડ ક્લિક ક્લિક કરવા માંડતા પહેલાં આસપાસ થોડી લટાર મારવી, સ્થાનથી થોડા આગળ પાછળ થાઓ, સંભવ છે આપે ધાર્યું છે તેના કરતાં પણ વધુ સુંદર દૃશ્ય કોઇ અલગ કોણથી આપને જોવા મળી જાય. સાથે સાથે દૃશ્યને જરા ઉંચા કે નીચા લેવલે કેમેરો રાખીને પણ ચકાશો. SLR કે કોમ્પેક્ટ કેમેરામાં ઝૂમની સગવડ હોય જ, થોડું ઝૂમ કરીને પણ જુઓ. હવે ? વાંચો આગળ.

*   ઉપર કરેલી આગળ પાછળ થવાની કે ઝૂમ કરવાની વાતને આ નિયમ વડે સારી રીતે સમજી શકાશે. લેન્ડસ્કેપ કે કુદરતીદૃશ્યનાં ફોટોગ્રાફમાં સામાન્ય રીતે ત્રીજું પરિમાણ (થર્ડ ડાયમેન્શન) ઉમેરવું બહુ મહત્વનું છે. સ્ક્રિન પર કે પેપર પર ફોટો તો હંમેશ દ્વિપરિમાણીય જ હોવાનો, તેમાં ત્રીજા પરિમાણનો ભાસ ઉભો કરવા માટે લેન્ડસ્કેપને ત્રણ ભાગે વહેંચી નાખવામાં આવે છે. ૧) ફોર ગ્રાઉન્ડ (અગ્રભાગ), ૨) મીડલ ગ્રાઉન્ડ (મધ્યભાગ) અને  ૩)  બેક ગ્રાઉન્ડ (પશ્ચાત કે પુષ્ઠભાગ). અર્થાત કોઇપણ લેન્ડસ્કેપ ફોટોમાં કેમેરાની નજીક કોઇ એકાદ વિષયવસ્તુ જરૂરી છે, જે દૃશ્યમાં સાપેક્ષ કદ, અંતર અને ઉંડાણનો પણ ખ્યાલ આપશે.

ડાયલ પર લેન્ડસ્કેપ મોડ

(અહીં આપણૂં લક્ષ્ય પાયાનું જ્ઞાન મેળવવાનું હોય બહુ તકનિકી બાબતો ચર્ચીશું નહીં અને વધુ તો P&S કોમ્પેક્ટ કેમેરાને ધ્યાને રાખી વાત કરીશું.  અત્યારનાં દરેક ડીજીટલ કેમેરામાં લેન્ડસ્કેપ મોડ હોય જ છે જે પર રાખતાં સામાન્ય તકનિકી સેટિંગ્સ તો કેમેરો આપોઆપ કરી લેશે.)

*   ત્યાર પછીની જરૂરી બાબત આવશે ’ડેપ્થ ઓફ ફિલ્ડ’ (DOF),  જેને સામાન્ય ભાષામાં  આપણે દૃશ્યનું ઉંડાણ કહી શકીએ. આપણી આંખ જે વસ્તુ જુએ છે તે પર તુરંત ફોકસ કરે છે, આથી સામાન્ય રીતે આપણે કશું જ આઉટફોકસ (ધુંધળું, સીવાય કે નંબર હોવા છતાં ચશ્મા ન પહેર્યા હોય !)  જણાતું નથી. પરંતુ કેમેરાનો લેન્સ મિકેનિકલ ડિવાઇસ હોવાથી એકાદ વસ્તુને (તેનાં ફોકલ પોઇંટના આધારે) વધુ સારી રીતે ફોકસ કરશે અને અન્ય દૃશ્યને થોડું આઉટફોકસ રાખે છે. (જો કે દરેક કેમેરા લેન્ડસ્કેપ મોડમાં શક્ય તેટલું બધું ફોકસમાં લાવવા પ્રયત્ન કરશે) આ જરાતરા આઉટફોકસ દૃશ્ય પણ જેટલું સ્વિકાર્ય શાર્પ (કરકરૂં) રહેશે તેટલું DOF સારૂં મળ્યું ગણાય.  જો કે P&S (કોમ્પેક્ટ) કેમેરામાં DOF સેટ કરવાનો બહુ અવકાશ નહીં મળે, માટે જ લેન્ડસ્કેપ ફોટો લેતી વખતે કેમેરાને “લેન્ડસ્કેપ” મોડમાં રાખવો અગત્યનું બને છે અથવા પ્રોગ્રામ મોડમાં રાખો તો ફોકસ “મલ્ટી મીટરીંગ”  પર રાખવું (આ મીટરીંગ વગેરે આપણે આગળ જાણીશું) SLR કેમેરામાં એપર્ચર (f/11, f/16 વિગેરે), ફોકસ વગેરેનાં સેટિંગ્સથી ધાર્યું DOF મેળવી શકાય છે.

*   લેન્ડસ્કેપ ફોટોમાં બને ત્યાં સુધી કોઇ એક વિષયવસ્તુને (ઓબ્જેક્ટને) મુખ્ય રસનાં વિષય તરીકે મુકવાથી ફોટો વધુ રસભર્યો લાગશે.

*   લેન્ડસ્કેપમાં રેખાઓ (લાઇન્સ)નો ઉપયોગ પણ ધ્યાનાકર્ષક બને છે. જેમ કે, ફોરગ્રાઉન્ડથી મીડલ કે બેકગ્રાઉન્ડ તરફ જતો રસ્તો, કોઇ વાડ, પથ્થરો કે વૃક્ષોની હારમાળા, S કર્વ, C કર્વ, ત્રાંસી રેખાઓ (જેમ કે ખેડેલા ખેતરનાં ચાસ વગેરે) વગેરે દર્શકનું ધ્યાન ખેંચી અને તેને ચીત્રમાં ઉંડે સુધી જોવા પ્રેરશે.

*   આગળનાં લેખમાં જણાવેલો ૧/૩ નો (ત્રીજા ભાગનો) નિયમ તો લેન્ડસ્કેપ માટે અતિ મહત્વનો છે જ.  મહત્વની કે રસની વિષયવસ્તુને તે લેખમાં જણાવેલા ચાર બિંદુઓ (પોંઇટ્સ)માંના એક પર રાખવી અને સ્કાય લાઇન ઉપર કે નીચેની ૧/૩ રેખા પર રાખવી જેવા કૉમ્પોઝીશનનાં સામાન્ય નિયમો ખાસ ધ્યાને રાખવા.

*   ઘણી વખત લેન્ડસ્કેપ ફોટો લેતી વખતે ફોર ગ્રાઉન્ડ કે મીડલ ગ્રાઉન્ડમાં સમગ્ર ચિત્રને રોકતી આખી દીવાલ કે વાડ આવે છે તે ધ્યાને રહેતું નથી. આ રીતનો અવરોધ જોનારની નજરને રોકી પાડે છે. શક્ય ત્યાં સુધી આવા આડા (હોરીઝન્ટલ) અવરોધને ટાળવો અને નહીં તો તેમાં જ્યાં બને ત્યાં ખુલ્લો માર્ગ દર્શાવવો. જેમ કે કોઇ વાડ હોય તો તેમાં રહેલો ખુલ્લો દરવાજો પણ ફોટાની ફ્રેમમાં સામેલ થાય તેમ દ્રુશ્ય લેવું.

*   લેન્ડસ્કેપ ફોટોગ્રાફી માટે સામાન્ય રીતે વહેલી સવાર કે ઢળતી સાંજનો સમય ઉત્તમ ગણાય છે. આને ફોટોગ્રાફીની ભાષામાં સોનેરી સમય (ગોલ્ડન ટાઇમ) કહે છે.

*   અંતે એકાદ બે નાની નાની સલાહો, ક્યારેક ખરાબ હવામાન પણ યાદગાર લેન્ડસ્કેપ ફોટો લેવા માટે ઉપયોગી થાય છે. જો કેમેરો અને પોતાની સલામતી યોગ્ય રીતે સાચવી અને શૂટ કરવાની હિંમત થાય તો ! અને ક્યારેક લેન્ડસ્કેપમાં માનવ આકૃતિઓ ઉમેરવાથી પણ દૃશ્ય સુંદર બનશે તથા તેને લીધે કુદરતી ઓબ્જેક્ટ્સનાં કદ-માપ અને અંતરનાં પ્રમાણમાપ જોનારનાં મગજમાં સ્પષ્ટ થશે. હા, ચિત્રમાં માણસ કે માણસોને કદી મુખ્ય વિષય તરીકે રાખવા નહીં.

તો આ થોડી માહિતી કુદરતી દૃશ્ય કે લેન્ડસ્કેપ ફોટોગ્રાફીને લગતી આપની સમક્ષ રજુ કરી. વધુ કોઇ સલાહ સુચન હોય તો જરૂરથી જણાવવા વિનંતી. અને હા, આપના દ્વારા પડાયેલા કોઇ સુંદર લેન્ડસ્કેપ દૃશ્યને આપ મને મેઇલ કરશો તો અહીં પણ આપના આભારસહ આપણે મુકીશું.  આ લેખમાળા વિશે આપના અભિપ્રાયોની રાહ રહેશે. આભાર.

(અહીં અમુક ફોટો વ્યવસાઇક કાર્યે ખરીદાયેલી DVDમાંથી મુકાયા છે, જે કોપીમુક્ત, વોલપેપર તરીકે વાપરી શકાય છે)  

30 Responses

Subscribe to comments with RSS.

  1. Sunder Mahiti..I like as Photographer and Designer

  2. આપના બ્લોગ પરથી જાણકારી મેળવવામાં આનંદ આવે છે.

    • શ્રી યશવંતભાઇ
      આપનો ખૂબ ખૂબ આભાર, આશા છે આપના કિંમતી અભિપ્રાય અને માર્ગદર્શન મળતા રહેશે, ગોફણ ફેરવતા રહેજો આભાર

  3. લેન્ડસ્કેપ ફોટોગ્રાફી વખતે કૅમેરો ઓટોમેટીક મોડ પર સેટ હોય તો ફોટોગ્રાફમાં કોઈ ફરક પડે ખરો ? શું લેન્ડસ્કેપ મોડ પર કૅમેરો સેટ કરવાથી બધૂ સારો ફોટોગ્રાફ મળી શકે ?
    સરસ માહિતી.આભાર

    • રજનીભાઇ, સૌ પ્રથમ તો આપનો આભાર.
      કેમેરો ઓટો મોડ પર રાખીને મોટાભાગે કોઇપણ પ્રકારનું દૃશ્ય ઝડપી તો શકાય જ. પરંતુ સૌથી મોટો ફરક ફોક્સીંગની પ્રક્રિયામાં પડશે.
      ઓટો મોડ નજીકના દૃશ્ય પર વધુ ફોકસ કરશે જ્યારે લેન્ડસ્કેપ મોડમાં કેમેરો અનંત દુરી સુધીનું ફોકસ કરશે. આથી આખું દૃશ્ય કરકરું (શાર્પ) બનશે. (ઓટોમાં રાખી તે જ દૃશ્ય લેશો તો દુરની વસ્તુઓ થોડી ધુંધળી લાગશે)
      એ ઉપરાંત DOF વધારવા માટે શક્ય તેટલું નાનું એપર્ચર અને દૃશ્યને સારી રીતે ઉજાળવા જેટલી શટર સ્પીડ પણ સેટ કરશે. એ ઉપરાંત આ મોડમાં ઓટો એક્સપોઝર બ્રેકેટીંગ કરીને HDR ઈમેજ પણ બનાવવાની સગવડ મળે છે. (જે પાછો એક સુંદર, કલાત્મક વિષય હોય આગળ પર એક લેખ જ આપીશું)
      આપની શાથે વધુ જાણકારીની આપ-લે કરતાં મને ઘણો આનંદ થશે. આભાર.

      • ’ઓટો એક્સપોઝર બ્રેકેટીંગ’ ની સગવડ માટે કેમેરાને ’લેન્ડસ્કેપ’મોડ પર કરી અને મેનુમાં જશો એટલે REC Mode લખેલ એક સબમેનુ હશે (સોની કેમેરા, અન્યમાં થોડુંઘણું નામફેર હોઇ શકે. પરંતુ તેના “ચોરસ” ચિહ્ન પરથી ઓળખાઇ જશે) તે સબમેનુમાં ’નોર્મલ’, ’બર્સ્ટ’ અને તે પછી BRk +- .૩ અને +- ૧.૦ જેવી પસંદગીઓ હશે. તેમાંથી BRk +- વાળી કોઇપણ પસંદગી કરી લઇ ફોટો પાડતાં ઓટોમેટિક જ અલગ અલગ એક્સ્પોઝર આપી ત્રણ ફોટા પડશે. જેમાંનો વધુ સારો ફોટો આપ વાપરી શકો અથવા HDR દ્વારા ત્રણે ફોટાઓ ભેગા કરી સુંદર દૃશ્ય બનાવી શકો. વધુ વિગતવાર અન્ય લેખમાં લેશું.

  4. […] ફરી એક વખત, મિત્ર શકિલ મુન્શીનો ફોટોગ્રાફી શ્રેણીનો એક સુંદર, માહિતીપ્રદ લેખ. ફોટોગ્રાફીમાં રસ ધરાવતા (અને ન ધરાવતા પણ !! ધીમે ધીમે રસ પડશે !) મિત્રોએ વાંચવા જેવો લેખ. આભાર.  વિચારો, આપણે કોઇ હરવા ફરવાનાં સ્થળે ગયા અને ત્યાંનું સુંદર મજાનું કુદરતી દૃશ્યો જોતા સાથે જ આપણું મન મોહી લે ( મન મોહી લે તેવું સુંદર સ્થળ હોય ત્યારે તો આપણે ત્યાં ફરવા ગયા હોઇએ !) સાથે કેમેરો પણ હોય એટલે પહેલો વિચાર જલ્દી જલ્દી આ સુંદર દૃશ્યને મેમરીકાર્ડમાં (જુના વખતમાં કચકડે !) કંડારી લેવાનો જ આવે. પણ થોભો !! લેન્ડસ્કેપ ફોટોગ્રાફીનાં પણ કેટલાક, જાણવા જેવા, રસપ્રદ નિયમો છે. (ઉફ્ફ..આ નિયમો !) જો કે નિયમો નહીં જાણતા હોઇએ તો પણ, સામેનું દૃશ્ય સુંદ … Read More […]

  5. For best landscap photography u have to use wide angle lense,Personally i am using sigma 10-22mm f3.5-4.5, but now superwide angel lense is also available in market(Tokina 8-16mm, f2.8).Its a bit coslty but u ll capture superb images. and if u r using full frame camera than u can go for canon or Nikon made wideangel lense. I like information u provide for those who loves to take picture but they dont know basic rules and things to take care. Over all good information for entry level. Thanks

    Dhiman Gohel

    08/01/2011 at 3:30 એ એમ (am)

    • અહીં શ્રી ધિમનભાઇ ગોહિલે સરસ પૂરક માહિતી આપી છે. હું તેને સાભાર ગુજરાતીમાં પણ લખી આપું.
      “વધુ સુંદર લેન્ડસ્કેપ ફોટો માટે (જો કે જે મિત્રો SLR કેમેરા ધરાવતા હોય તેઓ જ) વાઇડ એંગલ લેન્સ જેમકે સિગ્મા 10-12mm f3.5-2.8 કે ટોકિના 8-16mm,f2.8 ઉત્તમ રિઝલ્ટ આપે છે. જો આપ ફુલફ્રેમ કેમેરા વાપરતા હો તો તે માટે નિકોન કે કેનન દ્વારા બનાવાયેલા વાઇડ એંગલ લેન્સ વાપરી શકાય”
      શકિલભાઇને વિનંતી કે આગળ ક્યારેક આ લેન્સ, mm અને f જેવા મુદ્દાઓ પર પણ પ્રાથમિક માહિતી આપે. ધિમનભાઇનો ખુબ આભાર.

    • શ્રી ધિમનભાઇ
      આપનો આભાર માહિતી ની આપલે કરતા રહેજો પ્રાથમિક માહિતી પછી આગળ જરુર થી અલગ અલગ લેન્સ વિશે પણ ચર્ચા કરી શુ

  6. સુંદર અને માહિતિસભર જાણકારીને અહીં પ્રસ્તુત કરી –
    આભાર જનાબ !

  7. ખૂબ સરસ માહિતી. મને પણ ફોટોગ્રાફીમાં રસ છે. તમારા સૂચનો જાણીનેજાણ્યા બાદ ફોટોગ્રાફી કરવામાં મજા આવશે અને રીઝલ્ટ પણ સારું આવશે.

    • આભાર હિના બહેન
      આપને ફોટોગ્રાફી માં રસ છે જાણી આનંદ થયો, ભૂલચૂક અચૂક બતાવશો, ગુજરાતિ માં બેઝિક માહિતી આપવા નો નમ્ર પ્રયાસ ચાલુ છે,

  8. શ્રી શકીલભાઈ,
    ફોટોગ્રાફી એકસમયે અમારું રોજીરોટીનું સાધન હતું, (યૌવનકાળમાં) ત્યારે અરુણ સ્ટુડીઓ -રાજકોટના શ્રીઅરુણભાઈ પંડ્યા, પાસે થોડો અભ્યાસ કરેલ, જે આજે ત્રણ દાયકાબાદ આપના આ રસસભર લેખથી જૂનીયાદ તાજી થઇ.

    ખૂબજ માહ્તીસભર લેખ બદલ અભિનંદન !

    આભાર !

  9. I like your writing too.
    Thank you.

    Chris
    Çilingir

  10. શ્રી શકીલભાઈ
    કૌશલ્ય થકી શોભતા આપના યશસ્વી પ્રદાનને ખૂબ જ અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

  11. આદરણીયશ્રી. શકીલભાઈ

    સૌ પ્રથમ તો સુરત તરફ પધારો

    આપની પાસે જોરદાર ફોટોગ્રાફીની સ્કીલ છે,

    ગુજરાતી સમાજ્ને સુંદર માહિતી સભર રજુઆત કરો છો તે

    જાણી સૌ અનહદ આનંદ અનુભવે છે.

    • આભાર ડો.સાહેબ અને સુરત આવીશ ત્યારે આપની મુલાકાત જરુર લઈશ, ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર

  12. […] લેન્ડસ્કેપ ફોટોગ્રાફી (via શકિલ મુન્શી નો બ્લૉગ) Posted on January 6, 2011 | Leave a comment ફરી એક વખત, મિત્ર શકિલ મુન્શીનો ફોટોગ્રાફી શ્રેણીનો એક સુંદર, માહિતીપ્રદ લેખ. ફોટોગ્રાફીમાં રસ ધરાવતા (અને ન ધરાવતા પણ !! ધીમે ધીમે રસ પડશે !) મિત્રોએ વાંચવા જેવો લેખ. આભાર.  વિચારો, આપણે કોઇ હરવા ફરવાનાં સ્થળે ગયા અને ત્યાંનું સુંદર મજાનું કુદરતી દૃશ્યો જોતા સાથે જ આપણું મન મોહી લે ( મન મોહી લે તેવું સુંદર સ્થળ હોય ત્યારે તો આપણે ત્યાં ફરવા ગયા હોઇએ !) સાથે કેમેરો પણ હોય એટલે પહેલો વિચાર જલ્દી જલ્દી આ સુંદર દૃશ્યને મેમરીકાર્ડમાં (જુના વખતમાં કચકડે !) કંડારી લેવાનો જ આવે. પણ થોભો !! લેન્ડસ્કેપ ફોટોગ્રાફીનાં પણ કેટલાક, જાણવા જેવા, રસપ્રદ નિયમો છે. (ઉફ્ફ..આ નિયમો !) જો કે નિયમો નહીં જાણતા હોઇએ તો પણ, સામેનું દૃશ્ય સુંદ … Read More […]

  13. પ્રિય શકીલભાઇ તમે ફોટોગ્રાફીને લગતી માહિતી તમે તમારો કીમતી ટાઇમ લઈને આપી તેનું હું ઘણી કદર કરુણ છું ધન્યવાદ મારા દીકરાઓને હું આફોરવર્ડ કરીશ કે જેથી કરીને તેઓને ઘણું શીખવા મળે બહુજ સરસ માહિતી છે આતા

  14. પ્રિય શકીલ
    ફોટો ગ્રાફીનો તમારો અનુભવ બીજાની જાણકારી માટે વહેન્ચીયો એ ઘણું ઉમદા કાર્ય કહેવાય
    તમે ઘણો બધો સમય વાપરીને માહિતી પીરસી ધન્યવાદ આતા

  15. mane photo grafino khubaj sokh che, ane hu pgvcl ma chhu mate amaare roj gamda ma javanu hoy chhe tyaa outdor, meghana phota padela che mobil phon camera thi, nokia e5, sony , samsung,phon thi,, hal mare samsung galexy camero levo se, to kem saro ave se, athava te bajet ma bijo saro camero mali sake,…. s.bapodara

    sugha bapodara

    23/03/2013 at 8:52 પી એમ(pm)

  16. શ્રી.બાપોદરાજી આપનું હાર્દિક સ્વાગત છે. આપને ફોટોગ્રાફીનો શોખ છે એ જાણી આનંદ થયો. આ બ્લોગ પર બીજી પણ ઘણી પોસ્ટ છે જે આપને ફોટોગ્રાફી વિષે સરળ ગુજરાતીમાં માહિતી આપશે.
    કૅમેરા બાબતે આપનો બજેટ જણાવશો તો વધુ સરળ રહેશે. આભાર.


Leave a comment

FunNgyan

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

સંજયસિંહ ગોહિલ

ટેકનોલોજી ની દુનિયા

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

ગુજરાતી પ્રવાસી - Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

WhatsApp on PC

How to get Whatsapp on your personal computer

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

Himanshu Sanandiya's Blog

હસવુ આવે તો હસવુ અને રડવાનું આવે તો રડવાને પણ તેની extreme હદ સુધી જીવી લઉ છું.

જરા અમથી વાત ...પ્રીતિના મનની અટારીએથી ..

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

BestBonding - in Relationship

Understanding Interpersonal Relationship, Conflicts Managements, Heart touching Moments, Life Science

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

હું સાક્ષર..

હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું...

અંતરના ઉંડાણમાંથી

દિમાગની વાત, દિલથી - અખિલ સુતરીઆ

હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

નીરવ રવે

સહજ ભાવોના દ્યોતક

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારા વિચારો

Interresting news from all over the world!

દીને ઇસ્લામ

અનમોલ મોતી

નાઇલને કિનારેથી....

સમૃદ્ધિ.....વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

WordPress.com

WordPress.com is the best place for your personal blog or business site.

થીગડું

તૂટી-ફૂટી ગયેલા વિચારો પર કલમ થી માર્યું એક થીગડું.....

હેમકાવ્યો

મારા અનુભવોનો શબ્દદેહ

બકુલ શાહ

ભીની ભીની લાગણીનો સેતુ

મા ગુર્જરીના ચરણે....

વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું

ગુજરાતી કવિતા અને ગઝલ

ગુજરાતી કવિતા,ગઝલ,શાયરી,શેર,સુવિચાર અને જોકસ

Thoughts of Hamza

થોડા માં ઘણું

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

NET–ગુર્જરી

जननी, जन्मभूमि ओ जन्मभाषा, नमुं तने !!

ગુજરાતીસંસાર

વિચાર, વિમર્શ અને Update !!!

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.**નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.તંત્રી: મોહમ્મદઅલી ભૈડુ'વફા'* સં.:બાબુ પાંચભાયા

શ્વાસ

રઝિયા મિર્ઝા ગુજરાતી બ્લોગ

JVpedia - Jay Vasavada blog

colorful cosmos of chaos

વિવિધ રંગો

પ્રીતિ નો બ્લોગ

મારી બારી

દીપક ધોળકિયા

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

આપણો ધંધો...આપણી ભાષામાં !

Piyuninopamrat's Blog

પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની'

‘અભીવ્યક્તી’

એક જ ‘ઈ’ અને ‘ઉ’માં ‘રૅશનલ વાચનયાત્રા’

વાંચનયાત્રા

મારું વાંચન

વિમેશ પંડ્યાનું આંગણું....

તુલસીના છાંયે વિસામો...!!!!