AA-20 : ચહેરો માણસે બનાવેલો, આત્મચિંતન અને આધ્યાત્મવાદ

ચહેરો માણસે બનાવેલો

પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે

ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

મિત્રો ! શું થઈ રહ્યું હતું ? ભગવાનનું નાક કાપી રહ્યો હતો ? ભગવાનની ડોકને આમતેમ કરી રહ્યો હતો. મેં કહ્યું, અરે બાબા ! આ તો ભગવાન છે અને તું ભગવાનની ડોકને ઘસી રહ્યો છે ? આ કાંઈ બકરો થોડો છે ? તેણે કહ્યું કે અમારા માટે તો બકરામાં અને ભગવાનમાં કોઈ ફરક નથી પડતો. આની ડોક જરા મોટી છે, તે બરાબર કરીશ. તે રેતડીથી ઘસીઘસીને ભગવાનને બનાવી રહ્યો હતો. આ રીતે ભગવાનના જેટલા ચહેરા છે તે બધા માણસે બનાવેલા છે. ચહેરાવાળા ભગવાન નથી હોઈ શકતા.

ભગવાનનું નામ છે – આદર્શ, ભગવાનનું નામ છે – કરુણા, ભગવાનનું નામ છે – સજ્જનતા અને સંવેદના. ભગવાનનું નામ છે – ભલમનસાઈ અને ક્ષમા. આ તો બેટા એક તમાશો છે. એ ભગવાન નથી. ભગવાન ચહેરારૂપે નથી આવતા, તે તો સંવેદનાઓરૂપે આવે છે. તેનાથી ઓછામાં તેઓ નથી આવતા.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment