Tuesday, June 4, 2024
HomeGujaratઆજથી ગુજરાતમાં 3 દિવસ સારા વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે...

આજથી ગુજરાતમાં 3 દિવસ સારા વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે થશે મેઘમહેર…

Date:

spot_img

Related stories

રામકથા શૂન્ય અને પૂર્ણાંકનો સેતુ છે.

નિયતિનો સ્વીકાર કરો અને નિયતને સાફ રાખો.કોઈપણ બાબત સહજતાથી...

કલાકારો દ્વારા કાળઝાળ ગરમીમાં ચોમાસાની ઉત્સુકતાથી વાટ જોઈ રહી...

ઉનાળો તેની ચરમસીમાએ છે ત્યારે ભારતમાં લાખ્ખો લોકો ચોમાસાની...

ટી.આર.પી. ગેમ ઝોનમાં લાગેલ ભયંકર આગને કારણે મૃત્યુ પામેલ...

રાજકોટમાં ટી.આર.પી. ગેમ ઝોનમાં લાગેલ ભયંકર આગને કારણે મૃત્યુ...

એરટેલે વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શ્રેષ્ઠ...

નવી દિલ્હી, 04 જૂન, 2024: ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવાઓ...

ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર મોશન કેપ્ચર્ડ ટેક્નોલોજીનો ઉપયોગ :...

વર્તમાન સમયમાં શાનદાર અને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મો બની રહી...

ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024: ભાજપની ક્લિન સ્વીપ પર...

ગાંધીનગર:ગત 16 માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થઈ અને ત્યારથી...
spot_img

અમદાવાદઃ  ગુજરાતમાં આજથી 3 દિવસ સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થશે તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત છે. હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેડૂતો સહિત સામાન્ય લોકોને પણ મોટી રાહત મળશે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગરમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ સુરત, નવસારી, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ અને નર્મદા જિલ્લામાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે આગામી 20મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં સારા વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી 14મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની વકી, બુધવાર સુધીમાં વરસાદની સિસ્ટમ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. 8 અને 9 સપ્ટે.એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર રચાશે, જે 8 સપ્ટેમ્બર સુધી મજબૂત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે, જેને કારણે અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં 8થી 14 સપ્ટેમ્બર મધ્યમથી ભારે તથા કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડશે, જેને કારણે વરસાદની જે ઘટ પડી છે, તેમાં ઘટાડો થવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે. હાલમાં રાજ્યમાં વરસાદની ગેરહાજરીને કારણે ગુજરાતમાં કુલ વરસાદની ઘટ 41 ટકા છે, પરંતુ આગામી અઠવાડિયામાં સારા વરસાદને કારણે રાજ્યમાં વરસાદની ઘટમાં નોંધપાત્ર ઘટાડો થવાના સંકેતો હવામાન વિશેષજ્ઞે આપ્યા છે.હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં 24 કલાકમાં લો-પ્રેશર રચાશે, જે 7થી 8 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં રહેશે, જેને કારણે રાજ્યમાં વધી શકે છે થંડર સ્ટ્રોમની ગતિવિધિ. 8 સપ્ટેમ્બર બાદ લો-પ્રેશર બંગાળની ખાડીથી આગળ વધીને રાજસ્થાનની આજુબાજુ પહોંચશે, તેની સાથે મોન્સૂન ટ્રફ નીચે આવશે. આથી આ લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશરથી લઇને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેની અસર 8થી 14 સપ્ટેમ્બર સુધી રહેશે. જેને કારણે રાજ્યભરમાં વરસાદ પડશે. વેલમાર્ક લો-પ્રેશર અને ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતનાં આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવતાં પરિબળો વધુ મજબૂત બનતા 20મી સુધી સારો વરસાદ પડી શકે છે.

રામકથા શૂન્ય અને પૂર્ણાંકનો સેતુ છે.

નિયતિનો સ્વીકાર કરો અને નિયતને સાફ રાખો.કોઈપણ બાબત સહજતાથી...

કલાકારો દ્વારા કાળઝાળ ગરમીમાં ચોમાસાની ઉત્સુકતાથી વાટ જોઈ રહી...

ઉનાળો તેની ચરમસીમાએ છે ત્યારે ભારતમાં લાખ્ખો લોકો ચોમાસાની...

ટી.આર.પી. ગેમ ઝોનમાં લાગેલ ભયંકર આગને કારણે મૃત્યુ પામેલ...

રાજકોટમાં ટી.આર.પી. ગેમ ઝોનમાં લાગેલ ભયંકર આગને કારણે મૃત્યુ...

એરટેલે વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શ્રેષ્ઠ...

નવી દિલ્હી, 04 જૂન, 2024: ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવાઓ...

ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર મોશન કેપ્ચર્ડ ટેક્નોલોજીનો ઉપયોગ :...

વર્તમાન સમયમાં શાનદાર અને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મો બની રહી...

ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024: ભાજપની ક્લિન સ્વીપ પર...

ગાંધીનગર:ગત 16 માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થઈ અને ત્યારથી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here