ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1) ચાર’નાં છ , ચાર’નાં છ , ચાર’ના છ . . નાં ભાઈ ! ટીકીટ’નાં બ્લેક નથી કરતો , પણ આ તો ચાર મહિના’નું કહી ને ગયો હતો અને છ મહીને મુંહ’દિખાઈ કરી રહ્યો છું તેનો મેટાફોર છે ; જાણે કે સુબહ કા ભૂલા શામ’ને બદલે છેક મધરાતે આવે . . .

2) પણ તેના બે કારણ છે : એકડે એક પાપડ શેક કારણ – બાજીરાવ મસ્તાની ! ટોટલ 44 મુવી જોવાઈ ચુક્યા હતા અને આ બે જણા [ ઉર્ફે એક જોડી ]ને લીધે નહિ નહિ ને 1 મહિનો પોસ્ટ અટકાવી દેવી પડી [ કૃપયા તમારું વાહન ધીમે હંકારો , આગળ કામ ચાલુ છે – શક્ય બને તો વાહન બંધ કરી પગપાળા જ ચાલો ] અને બગડે બે , થઇ ગઈ મારી ગેંગે ફેફે કારણ એ કે , બ્લોગર્સ બ્લોક !!! બાજીરાવ મસ્તાની જોવાઈ ગયા બાદ પણ એક મહિનો આમ ને આમ કાઢી નાખ્યો [ વચ્ચે , અવતાર : ધ લાસ્ટ એરબેન્ડર’ની પહેલી સીઝન પણ જોઈ નાખી ! અને ફ્લેશ’નાં વીકલી એપીસોડ્ઝ તો ખરા જ ~ જય Candice Patton ]

3) મતલબ થોડો મારો વાંક + આળસ + દુર્ભાગ્ય + ઘરે ઓરીજીનલ મુવી જોવાની જીદ , એ બધાના બનેલા ઊંધિયા’એ મને ઉંધો-ચત્તો કરી નાખ્યો ! આ સમયે ઘણી પ્રાદેશિક મુવીઝ જોવાઈ પણ એક પણ બંગાળી મુવીઝ હાથમાં ન આવી તેનો અફસોસ રહી ગયો !

4) બીજી એક વાત એ પણ ખરી કે છ મહિના દરમ્યાન વિવિધ પેઈજીસ અપડેટ કરતો રહ્યો , દરમ્યાન પોસ્ટ બનાવવાનો મહાવરો છૂટતો ગયો અને જયારે પહેલો શબ્દ લખવા બેઠો ત્યારે દિશાશૂન્ય હતો [ દિશા માફ કરે ! ~ ગરીબ જોક ] પણ વળી થયું કે આમ પણ હું લખી લખીને શું ધાડ મારી લેતો હતો  તો પછી માંડો ઢસડવા . . અને પછી ‘ મેં મારતા કમ હું , ઘસીટતા જ્યાદા હું ‘નાં ન્યાયે મચી પડ્યો 🙂

5) એક છેલ્લી અને મહત્વ’ની નોંધ : મને એમ હતું કે બ્લોગ’વેકેશન દરમ્યાન ક્લિક્સ / હિટ્સ ઘટી જશે , પણ મારા આશ્ચર્ય વચ્ચે બ્લોગ મસ્ત ધબકતો રહ્યો ! કમેન્ટ્સ ન આવવી તો વાજબી જ હતી પણ એક જબરું સરપ્રાઈઝ એ મળતું રહ્યું કે મિત્રો અને સાથી બ્લોગર્સ’ની સતત પૂછપરછ વાયા ઈમેઈલ થતી રહી – કોઈએ મુવી કે ટીવી’ની ભલામણ કરવા મને યાદ કર્યો , તો કોઈએ પાછા કયારે ખાબકો છો તેની ઉઘરાણી કરી . . . ત્યારે થોડું ગદગદ થઇ જવાયું [ એટલે કે થોડુક જ ] કે નાં , ચાલો આ ખોટા સિક્કા’નું કૈક ઉપજે એમ છે 😉

  • – અને હવે એક છેલ્લી અને ખરેખર છેલ્લી નોંધ : 2015’ની ટોપ ઇન્ડીયન મુવીઝ ‘ની આ પોસ્ટ , 2015’ની ટોપ વેસ્ટર્ન મુવીઝ’ની એક પોસ્ટ અને એક અન્ય પોસ્ટ એમ ત્રણેક પોસ્ટ માટે જ હું પ્રવૃત થયો છું અને એ પછી પાછું એક ત્રણ-ચાર મહિનાનું બ્લોગ’વેકેશન !!!

Please share your favorite Indian films of 2015 at last in Comment area


Total Images : 56 [ Small & Steady ] 11 + 2 [ Gif ]

It would take 3 to 4 minutes to load the whole post .


Total 46 Indian films watched , released in 2015

1] Tevar 2] Shamitabh 3] Baby 4] Roy 5] Badlapur 6] Hawaizaada 7] Dum Laga Ke Haisha 8] Nh10 9] Detective Byomkesh Bakshy! 10] Dolly Ki Doli 11] Gabbar is Back 12] Bombay Velvet 13] Piku 14] Tanu Weds Manu Returns 15] Any Body Can Dance 2 16] Baahubali: The Beginning ( Tamil ) 17] Dil Dhadakne Do 18] Bajrangi Bhaijaan 19] Margarita, with a Straw 20] OK Kanmani ( Tamil ) 21] Drishyam 22] Manjhi: The Mountain Man 23] Kis Kisko Pyaar Karu

24] Phantom 25] Masaan 26] Kaun Kitney Panee Mein 27] Talvar 28] Singh Is Bliing 29] Katti Batti 30] Bangistan 31] Titli 32] Pyaar Ka Punchnama 2 33] Court ( Marathi34] Shaandaar 35] All Is Well 36] Premam ( Malayalam ) 37] Tamasha 38] Prem Ratan Dhan Payo 39] Dilwale 40] Killa ( Marathi ) 41] Kaakkaa Muttai ( Tamil ) 42] Naanum Rowdydhaan ( Malayalam ) 43] Indru Netru Naalai ( Tamil ) 44] Ennu Ninte Moideen ( Malayalam45] Bajirao Mastani 46] Angry Indian Goddesses

Yet to Watch : Qissa , Barefoot to Goa


1st Feature

Worst / Nonsensical 

ઉર્ફે

હથોડા છાપ MOVIES

ઉર્ફે

મેં કોન હું ! મેં કહા હું !?  છાપ મુવીઝ 


2nd Feature

 Over hyped MOVIES 

3rd Feature

Over rated MOVIES 

4th Feature

Over Hyped & Over Rated

[ BOTH ]


5th Feature

Honorable mentions 

Dum Laga Ke Haisha

‘ + ભૂમિ અને + નાઈન્ટીઝ ‘ અને જય કુમાર શાનું તો ખરો જ !

NH 10

આખિર’માં પ્રીડીકટેબલ થઇ ગઈ અને ફૂલ્ટું ફિલ્મી પણ ! બટ અનુષ્કા રોકસ , હાં કે . .

હમ સાથ સાથ હૈ’નું મસ્ત વાઈસે વર્સા’વાળું રીમીક્સ વર્ઝન !!! પ્રિયંકા રોક્સ ~ જય ગંગાજલ !

OK Kanmani

મસ્ત કેમેસ્ટ્રી , અદભુત નિત્યા મેનન , રોકિંગ મ્યુઝીક અને મણીરત્નમ ઈઝ બેક અગેઇન !

Drishyam

મેરુ રે ડગે પણ જેના મન નો ડગે . . . હમ સાથ સાથ હૈ !

Baahubali

થોડી ઓછી લાઉડ થઇ હોત અને સ્ટોરી’ને વધુ માંઝી હોત તો ચળકાટ કૈક ઔર જ હોત ~ જય કટપ્પા

Kaaka muttai

મિલ બેઠેંગે તીન યાર – હમ દોનો ઔર પીઝા !

Indru Netru Naalai

સમયની સફર ~ જો એક પણ ભૂલ થઇ તો કરવું પડશે સફર !

એક દુજે કે લિયે . .

ઉગ્ર , જીવંત અને ઓરીજનલ . . આઈ સેય , માઈન્ડ ઈટ !

ઉગ્ર , જીવંત અને ઓરીજનલ . . આઈ સેય , માઈન્ડ ઈટ !


& Finally . . .

 

Top 10

Movies of

2015

🙂 as per my humble opinion 🙂


~ 10 ~

Titli

અરેરાટી અને અજડતા , મૂઢતા અને દિગ્મૂઢતા’નો સુન્ન કરી મૂકતો સરવાળો એટલે તિતલી ! ઘણા’ને એમ થઇ શકે કે આવા તો કાઈ ઘર હોય !? આવું તે કઈ હોઈ શકે ? જવાબ છે : હાં !! ટાઢા કલેજે , કલેજા મોં સુધી લઇ જનારા જોયા છે . કુટુંબ અને બુદ્ધિ’નાં નામે મોટા મીંડા મુકનારા આવા લાગણીશૂન્ય અને દિશાશુન્ય લોકો સગ્ગી આંખે જોયા છે ! ઘણા લોકોને એમ કહેતા સાંભળ્યા કે અહીંયા હિંસા’નો અતિરેક છે , પણ મારું માનવું છે કે અહીંયા અજડતા’નો અતિરેક છે . આંખમાં ખુંચે અને અસ્તિત્વ’માં ખલેલ ઉભું કરી દે તેવું એવું અદભુત અને અકળ જગત દેખાડતું મુવી એટલે તિતલી . જબરદસ્ત અભિનય અને અતિ’વાસ્તવિક માહૌલ . સામાન્ય લોકો અને તેમની અસામાન્ય દાસ્તાન .

tt


~ 9 ~

Premam

ખુબ ઉત્તમ નહિ એવી વાત’ને કેવી રીતે એક વહેણ’વાળી વાર્તા બનાવી શકાય , તેનું મસ્ત ઉદાહરણ એટલે પ્રેમમ ! કે જ્યાં મૂળ કન્સેપ્ટ અને ઓવરઓલ એપ્રોચ ભલે થોડોક ઝોલ ખાઈ જતો હોય પણ સમગ્રતયે પૂરું મુવી અદભુત ભાસે !! કે જ્યાં પાત્રો કરતા પણ પરિસર ઉર્ફે વાર્તા’ને બાંધી રાખતો માહૌલ ચાર ચાસણી ચડી જાય . જી હાં , ત્રણ અલગ અલગ સમયની સરવાણીમાં નીખરી આવતું એ કમનીય કેરળ ખોબા ભરી ભરીને જોઈએ તો ય નાં ધરાઈએ ! અને એટલું જ અદભુત જીવંત તત્વ ઉમેરાયું છે અહીંયા મુખ્ય પાત્રમાં નીવીન પૌલી દ્વારા [ અલ્લડતા અને જબરદસ્ત એટીટ્યુડ ] અને હાં , સામાન્ય દેખાવ છતાયે અદા’ઓથી સોંસરવી ઉતરી જતી સાઈ પલ્લવી તો ખરી જ . . [ ઘેઘુર વાળ’ની ઘટાઓમાં ગુમ થઇ જવાની ઈચ્છાઓ ધરાવનારા અમો . . અત્યંત સહજ હાવભાવ અને જીવંત અભિનયથી જબરદસ્ત એન્ટ્રી મારતી ‘ સાઈ પલ્લવી ‘જાણે કે દક્ષીણ’ની કાજોલ ! ]


~ 8 ~

Margarita, with a Straw

આ મુવી કે તેના કન્સેપ્ટ કે પછી તેના એપ્રોચ વિષે મારે શું કહેવું તેની અવઢવ’માં હતો પણ આખરે એક દ્રશ્ય મગજમાં ઝબકી ઉઠ્યું ! [ કે જે નીચેની GIF’માં છે .] Cerebral palsy’થી અસરગ્રસ્ત દીકરી ખીજાઈ પડે છે કે ( જયારે માં તેનાં ટેબ્લેટ’માં પોર્ન વિષે જાણે છે , ત્યારે ) : મારી પ્રાઈવસી’નું શું ? ત્યારે માં સહસા કહે છે : તું મારી સાથે પ્રાઈવસી’ની વાત કરે છે !?  . . . . ત્યારે જ થાય કે આ સત્ય કે પેલું સત્ય ? પણ કદાચિત જવાબ પણ એટલો જ ગુઢ છે , કે પેલું પણ અને આ પણ [ કર્ટસી : જનક અને અષ્ટાવક્ર સંવાદ 🙂 ] એક અલગ જ સંજોગ , વહેણ અને વળાંક પર ઉભું રહેતું અને ખુદ આપણને ઉભું કરી દેતું મુવી [ મુવીના ત્રણેય સ્ત્રી પાત્રો ‘ લૈલા , શુભાંગીની અને ખાનમ ‘ કૈક હટકે અને જબરદસ્ત ખુમારીવાળા છેહેટ્સ ઓફ – ખાનમ’નું પાત્ર અંધ છે , પણ એ આંખો . . અદભુત ! ]

બાય ધ વે : ફોર અ ચેન્જ , કોઈ મને ટાઈટલ ” માર્ગારીટા વિથ અ સ્ટ્રો “નો મેટાફોર સમજાવશે !?


~ 7 ~

Bajrangi Bhaijaan

દરેક મુવી કોઈ ને કોઈ મુખ્ય એલિમેન્ટ’થી દોરવાતું હોય છે અને સરવાળે માવજત ઉચ્ચ કક્ષાની હોય તો ઉંચકાતું પણ હોય છે અને અહીંયા તો એક નહિ પણ બબ્બે તત્વો : ” સિમ્પલીસીટી અને ઈમોશનલ કોરમ્હોરી ઉઠ્યા છે ! જી હાં , લોકોએ ઘણી ભૂલો કાઢી મુવીમાંથી , કે આવું તે કાઈ હોય !? અને બીજી પણ ઘણી ટેકનીકલ ભૂલો . . પણ તે હરેક બાબતો’ને પણ જે વળોટી ગયું તે જ તો હતું મુવી’નો એ ચાર્મ , એ મેજિક . . . કે તમને માનવાનું મન થાય , કે ભલે આવું ન હોય પણ આવું હોવું જોઈએ અને આવી રીતે જ હોવું જોઈએ ! સલમાન , નવાઝુદ્દીન અને પેલી નાનકડી બચુડી એ ત્રણેય ભેગા થઈને સ્પર્શી ગયા અને અમો લજામણી’ની જેમ સંકોરાઈ ગયા . . .


~ 6 ~

Court

ઓકે , તો પહેલી વાત એ કે કોર્ટ કેસ કેટલા લોકોએ જોયો છે !? [ ફોટામાં કે ટીવીમાં નહિ રે બાબા ! ] સાક્ષાત અને જીવંત તમારા ખુદના ખોળીયામાં , તમારી 1 બાય 1’ની આંખોથી  😉 ન જોયો હોય તો કાઈ નહિ , અહીંયા જોઈ લેજો – મેલોડ્રામા કરતા પણ એક ટીસ ઉઠી જાય અને અંતર’નાં ઊંડાણ’થી ધિક્કાર હૈ કહેવાનું મન થઈ જાય એવો ” ડ્રામા ” કોને કહેવાય તે ખબર પડી જશે . . કેવી ફાલતું વસ્તુમાં કોર્ટ-કેસ થઇ શકે અને તે પણ તારીખ દર તારીખ ચાલી પણ શકે અને એક તબક્કે તમે રીતસર’નાં ગુનેગાર ઘોષિત થવાના આરે પણ આવી ઉભા રહો , તેની અફલાતુન ઝલક આપતું મુવી એટલે ‘ કોર્ટ ‘ . એક તબક્કે એવી મૂંઝવણ પણ થાય કે સમય અને પૈસા’ને ઓહિયા કરી જતું આ કોઈ ધીમું ઝેર છે કે પછી આખરે રાહત પહોંચાડતી ધીમી દવા !! જે પણ હોય પણ આ ઝંઝાવાત’માં તમે જરૂર ધીમા પડી જશો , સમય જરૂર થંભી જશે અને આખરે તમે અટવાઈ જશો !

બાય ધ વે , એક જીજ્ઞાશા : ” કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ” શું છે , એ તો તમને ખ્યાલ છે ને !?

c41


~ 5 ~

Talvar

વાતનું વતેસર થાય એ તો ખ્યાલ છે પણ જ્યાં કોઈ વાત જ નાં હોય ત્યાં કોઈ કેવી રીતે વતેસર કરી શકે !? સંવાદી’ને બદલે વિવાદી મીડિયા અને શીથીલ પોલીસતંત્ર’ને કારણે ક્યાંથી ક્યા સુધી લાકડે માંકડું ફીટ થઇ જાય તેની એક ભયાવહ ગાથા એટલેતલવાર ‘ [ અને તેનો જનોઈવઢ ઘા ! ] તદુપરાંત એક સામાન્ય ગફલત’ને કારણે [ દિકરીના રૂમ’નો દરવાજો ખુલ્લો રહી જવો અને પેલા નરાધમોનું આવી પહોંચવું ! ] શૂન્ય’માંથી દિશાશૂન્ય થઇ જવા સુધીની પીડા અને યાતના’ની પોકાર ઉઠવી . જોકે ફિલ્મ’નો મુખ્ય હેતુ રોશોમોન’ની જેમ હરેકના દ્રષ્ટિકોણ’ને તેમની ધારણાઓ પ્રમાણે રાખવાનો ન રહ્યો , એ ગમ્યું [ ઘણા એમ કહી શકે કે આ બાયસ્ડ વર્ઝન કહી શકાય ~ માં-બાપ’નો પક્ષ લેતું ~ છતાં પણ તેની અસરકારકતા અને લોજીક ટુ ધ પોઈન્ટ છે ] નિંભર સમાજ , ગાફેલ તંત્ર અને ધુતરાષ્ટ્ર જેવા મીડિયાને કારણે અશક્ય પણ શક્ય બની શકે છે તેનું એક બિહામણું ઉદાહરણ એટલે ‘ તલવાર

t21


~ 4 ~

Badlapur

બદલો અને બદલાવ . . જરૂરી નથી કે હર હંમેશ બદલાવ હકારાત્મક જ હોય , કૈક એવું પણ હોઈ શકે કે જે તમે ખુદ પણ ન સમજી શકો ! બસ બદલાતા રહો બદલા’ની આગમાં !! ક્યાં સે ક્યાં હો ગયા અને ક્યાંથી ક્યાં પહોંચી ગયા’નો અચંબો અને દિગ્મૂઢતા. વરુણ અને નવાઝુદ્દીન બંને’નો આલાતરીન અભિનય અને બદલા’નાં પૂરમાં વહેતું બદલાપુર . [ થોડું વધુ વાંચો અહીંયા  ]

 


~ 3 ~

Piku

મન સાફ હોવું અને પેટ સાફ આવવું એ બંને તો કોઈકના જ નસીબમાં લખાયેલું હોય છે  !! બંને’માંથી એક પણ બગડે તો વાતાવરણ બગડવાની પુરેપુરી બીક રહે છે  😀 . . હાં , આ મુવી જ એ પ્રકારનું છે કે સીધી બાત નો બકવાસ કેટેગરી હેઠે મૂકી શકાય ! કેન્દ્ર’માં પેટ અને પેટજણ્યા’ની મસ્ત વાત વણી લેતું મુવી એટલેપીકું ‘ [ થોડું વધુ વાંચો અહીંયા  ]


~ 2 ~

Masaan

આમ તો જીવન’નાં અંતે મોત હોય છે પણ કેટલાક જીવન જ મોત’થી શરુ થતા હોય છે , કે જે સામે દીસતી દુનિયાને ઉપર-તળે કર્યા બાદ જ જીવન’નો શ્વાસ લેવા દે છે ! ત્યારે ખરો પ્રશ્ન ઉભો થાય કે જીવાયેલું જીવન કયું હતું ? આ કે પેલું ?? લોકો કહે છે કે સ્મશાન’નું સત્ય જ અંતિમ સત્ય હોય છે [ અને શાંતિ પણ ] પણ જયારે જીવતા જીવત જ સ્મશાન જેવું ભાસે ત્યારે મોત’ને જોવાની દ્રષ્ટિ જ સમુળગી બદલાઈ જાય છે ! [ અને જીવન પરત્વે પણ’ની  ] એવું કહી શકાય કે પ્રેમ , મૃત્યુ અને વિશ્વાસઘાત ક્યારે આવી પડે તેનું નક્કી નહિ ! તેઓ છીંક કરતા પણ ઝડપી હોય છે અને છીંક વખતે તો હૃદય કદાચિત ક્ષણાર્ધ માટે જ અટકતું હશે પણ આ ત્રણ તો . . . બે ખંડિત જોડીની વાત માંડતું [ એકબીજાથી વિરુદ્ધ’ની દિશામાં અને દશામાં ] અદભુત અભિનયથી છલોછલ મુવી એટલે ‘ મસાન


~ 1 ~

Killa

રસોઈ પણ માં’એ બનાવી હોય અને પીરસનારી પણ માં જ હોય તો !? મતલબ કે સિનેમેટોગ્રાફર અને ડિરેક્ટર એ બંને એક જ વિઝન’માં ઓગળી ગયા હોય તો ? જી હાં , ડિરેક્ટર + સિનેમેટોગ્રાફર એવા અવિનાશ અરુણ‘ની વાત થાય છે અહીંયા  . . તમે જે જુઓ છો અને જે અનુભવો છો એ બંને એકસાથે વર્ણવી શકો ત્યારે ‘ કિલ્લા ‘ જેવી આઈ શપથ કૃતિ બને ! પીકું અને મસાન જોવાઈ ચુક્યા હતા ત્યારે એમ હતું કે આ બંને’માંથી કોઈએક પ્રથમ સ્થાને બેઠું હશે , પણ મુગ્ધતા’નું બીજું નામ એટલે માણસ અને માણસ નામે સરવાળો એ ન્યાયે અમો આ કિલ્લા’માં ભેરવાઈ ગયા 🙂

kl5

આઠ દસ વર્ષનો એક ટેણીયો તેની માં સાથે કોંકણ કિનારે કોઈ નાનકડા કસ્બા’માં રહેવા આવે છે કેમકે તેની આઈ’ની બદલી અહી થઇ હોય છે . . બાબા થોડા જ સમય પહેલા જીવલેણ બિમારીમાં ફના થઇ ચુક્યા હોય છે અને અધૂરામાં પૂરું આઈ’ની બદલી થોડા થોડા સમયે થતી જ રહેતી હોય છે અને એમાં પણ આ તો સાવ અત્યંજ અને અંતરિયાળ વિસ્તાર ! આઈ નાના ચિન્મય’ને કઈ સમજાવી શકતી નથી કે આવું શું કામ થઇ રહ્યું હોય છે અને ચિન્મય પણ રોષ’નો માર્યો કઈ સમજવા માંગતો નથી . . પણ , અહીની માટીમાં , હવામાં અને દરિયાના ઘુઘવાટ’માં કૈક એવું હોય છે કે બધું થાળે પડવા માંડે છે  . અસહજતા અને અફસોસ’નાં કિલ્લા’ની દિવાલો’નાં કાંગરા ખરી પડે છે . જાણે અજાણે એક વિરામ કમ વિસામો મળતો થાય છે . ધીમે ધીમે બે બિંદુની બનેલી કોઈ લીંટી જેવા બેય માં-દીકરો એક પરિવાર’રૂપી ત્રિકોણ’નો એ ત્રીજો ખૂણો રચવા મથે છે કે જે ચિન્મય’નાં બાબા’નાં જવાથી ખાલી પડી ગયો હોય છે . પણ એમ સખણી રે તો જિંદગી શાની !? આગળ પર તો તમે જ કિલ્લા’ની રાંગે ચડીને જોઈ લેજો’ને મૂળ સોતા ઉખડેલા માં-દીકરાની સંઘર્ષ ગાથા . . .

kla

પહેલી ફ્રેમથી લઈને અંતિમ ફ્રેમ સુધી અદભુત , અદભુત અને અદભુત પોકારાવી દે તેવો અનુભવ એટલે કિલ્લા . . વાસ્તવિકતા અને મુવી વચ્ચેનો ફરક ખરી પડે તે ઉંચાઈ’એ આ મુવી પહોંચી શક્યું છે . વાત વાર્તા ને વ્હેંણ એ ત્રણેય’નો અહીંયા સુભગ સમન્વય થયો છે . આટલો અદભુત દરિયો તો મેં હકીકતમાં પણ નથી જોયો જેટલો અહીંયા આંખોથી ખોબે ખોબે પીધો છે , એક તબક્કે સ્થિર થવાનું પણ જોખમ ખરું ! પાત્રો’ને પણ ક્યારેક વળોટી જાય તેટલી હદે માહૌલ ઉપસ્યો છે [ હેટ્સ ઓફઅવિનાશ અરુણ ]

kl7

અને આ બધા વચ્ચે ઝક્કાસ એવા બંડ્યા’ને તો ભુલાઈ જ કેમ જવાય !? [ ભૂતનાથ રીટર્ન્સ’નો પેલો સુપર્બ અને સહજ એક્ટિંગથી ખદબદતો અખરોટ એટલેપાર્થ ભાલેરાવ ‘ ] – એક શાંત ઝરુખે , વાત’નાં વિસામે એના જ વહેણ’માં ખોવાઈ જવાનું મન થાય તેવું અલૌકિક મુવી એટલેકિલ્લા ‘ [ आप कन्विंस हुए , की में और बोलू !?कर्टसी : गीत from जब वि मेट ]