આજના દિને દિગવંત આત્માઓના નામ એક સંદેશ..


હતા જે મારા બધા એ તો સૌ ચાલ્યા ગયા..જેમ સાપ ગયા ને લીસોટા રહી ગયા…
મા-બાપ;ભાઈભાંડુ સર્વે અમને એકલા મૂકી ચાલ્યા ગયા;
ફૂલ(અસ્થિ) બધા મુરઝાઈ ગયા..ને છાપ અમીટ છોડી ગયા…:
અત્તર બની એ તો બધા મનને મહેંકાવી ગયા..
“શ્રાદ્ધ’ એમનું આવે ત્યારે એમને યાદ કરવાનું વડીલો કહી ગયા;
કિંતુ હૈયામાં વસેલ સ્વજન સૌ જીવચર્યા કરી ગયા..
આપણે જ આપણું શ્રાદ્ધ અને આપણે જ આપણી જીવચર્યા..
કૉણે દીઠું? “મરણ પછી એ કોડ સૌ પૂરા થઈ ગયા…
“જીવતાનો જ લાજ મલાજો” કફન ડાઘુઓ ઓઢાડી ગયા…
એમની મનભાવન વાનગીનું તર્પણ કરો..શું એ બધા તૃપ્ત બની ગયા?…
છે આ બધી ભ્રમણાઓ કેરી જાળ..તોડી એને એ તો અગમ પંથે ચાલ્યા ગયા..
હવે મારા પછી તારો આવશે વારો..એવું કાનમાં કહી ગયા…
હતા જે મારા બધા એ તો સૌ ચાલ્યા ગયા…
જેમ સાપ ગયા ને લીસોટા રહી ગયા…

લેખક ushapatel

0mshanti..ॐ शांति।ૐ શાંતિ....to every body.. now I sm a retired person. I would like to share my likings... fevourities and elevated thoughts or God's versons also for remind me own first and to who 👍. As all the people of this whole world are the children of supreme God father so I strongly believed in brotherhood whomsoever it concerns with their beliefs. There is only one religion is common that si humanity. So I love the whole world. Though I am Gujarati. Thanks and Namaste to all. एक विश्वसंदेश जन्मे छु हूँ गुजराती माटे गुजराती छे मारी मातृभाषा। राष्ट्रभाषा है मेरी सरल हिन्दी। While English is my International language. तो अब आपही बताओ किसको मैं छोड़ू? और किसको अपनाउ? क्यूंकि तीनों ही है मेरी पसंदिता। ॐ शान्ति...शान्ति...शान्ति।

Leave a comment